કોરોના પીડિતો માટે લીઝ પર અૉક્સિજન ટેન્કર

ભાઈંદર, તા. 20 : મીરા-ભાઈંદર મહાનગર પાલિકાએ કોરાના પીડિતો માટે આરોગ્ય કેન્દ્રમાં એક અૉક્સિજન ટેન્કર લીઝ પર લીધું છે. મીરા-ભાઈંદર મહાનગર પાલિકામાં કોરોના પીડિતો માટે અૉક્સિજનની ઉપલબ્ધતા યોગ્ય પ્રમાણમાં શરૂ થાય તે પછી નિગમ દ્વારા મિનાતાઇ ઠાકરે હોલમાં કુલ 265 અૉક્સિજન વાળી બેડ શરૂ કરવામાં આવશે જેમાં 165 અૉક્સિજન વાળા પલંગ અને અપ્પાસાહેબ ધર્મધારી હૉલમાં વધારાના 100 અૉક્સિજન બેડ,  તેવી જ રીતે મ્યુનિસિપલ પ્રશાસન  ડેલ્ટા ગાર્ડનમાં 862, ગોલ્ડન નેસ્ટ આર -2 આ બિલ્ડીંગમાં 952 અને કાશીમીરા ખાતે ખાનગી મકાનોમાં 320 આવી રીતે કુલ 2134 સામાન્ય બેડ જરૂરિયાત પ્રમાણે શરૂ કરવાની યોજના છે. 
 ગયા અઠવાડિયે, વહીવટી તંત્રએ સમયસર 60 અૉક્સિજન જમ્બો સિલિન્ડર આપીને 5થી 6 ખાનગી કોવિડ હોસ્પિટલોના દર્દીઓના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  કૉર્પોરેશન દ્વારા અગાઉ કોવિડ દર્દીઓના વધી રહેલા દર્દીઓને ધ્યાનમાં રાખીને 25 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો તરીકે મંજૂરી આપી હતી.  આજે ફરી 20 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ્સ તરીકે માન્યતા આપવામાં આવી છે.  કોવિડની હાલની સ્થિતિને કારણે તમામ પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.  સરકારની સૂચના મુજબ કોવિડ રસીકરણ માટે 20 સ્થળોએ રસીકરણ સત્ર યોજવામાં આવ્યાં છે અને દરરોજ 4થી 5 હજાર લાભાર્થીઓને ડૉઝ આપવામાં આવી રહ્યો છે.  અત્યાર સુધીમાં 1,30,268 નાગરિકોનું કોવિડ રસીકરણ પૂર્ણ થયું છે.  પ્લાઝ્માનું દાન આપવા માટે 8655482289 પર સ્વર્ગસ્થ રાજીવ ગાંધી બ્લડ બૅન્ક, મીરા રોડ પર કોલ કરવાની અપીલ કમિશનર દિલીપ ઢોલે દ્વારા કરવામાં આવી છે.  હૈદરી ચોક ખાતે મ્યુનિસિપલ કમ્યુનિટી હોલમાં 150 પલંગ (સીસીસી) અને મહેશ્વરી બૅન્ક્વેટ હોલમાં 100 બેડ (સીસીસી) આ રીતે 250 બેડ આગામી આઠ દિવસમાં શરૂ કરવામાં આવશે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer