રાહુલ ગાંધી, આનંદ શર્મા, જિતેન્દ્ર સિંહ અને સુનીતા કેજરીવાલ પણ કોરોના સંક્રમિત

નવી દિલ્હી, તા.20: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ બાદ રાહુલ ગાંધી, કૉંગ્રેસના નેતા આનંદ શર્મા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ, કેજરીવાલનાં પત્ની સહિત દેશના અનેક વીઆઇપી લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે અને આઇસોલેટ થયા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વિટ કર્યું કે હળવા લક્ષણો બાદ ટેસ્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કોરોના પોઝિટિવ જાહેર થતાં હોમ આઇસોલેટ થયાં છે.
દરમ્યાન, રાહુલને કોરોના હોવાના સમાચારની જાણ થતાં પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, હું લોકસભા સાંસદ રાહુલ ગાંધીના શીઘ્ર સ્વસ્થ થવા અને સારી તબિયતની કામના કરું છું.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer