મુંબઈમાં 7214 નવા સંક્રમિતો સામે સાજા થનારની સંખ્યા 9641

મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 7214  નવા કેસ મળ્યા હતા. સોમવારે શહેરમાંથી 7381, રવિવારે 8479, શનિવારે 8834 અને શુક્રવારે શહેરમાંથી 8839 નવા કેસ મળેલા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 5,93,906ની થઈ ગઈ છે. 
છેલ્લા 24 કલાકમાં 35 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 12,439નો થઈ ગયો છે. અત્યારે 83,934 દરદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 9641 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 4,96,263ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ હવે 84 ટકા છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 47 દિવસનો  છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 1.44 ટકા છે. 
મુંબઈમાં 1141 બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે જ્યારે એક્ટિવ કન્ટેઈમેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 105 છે. મુંબઈમાં મંગળવારે 45,350 ટેસ્ટ કરવામાં આવી હતી અને એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 50,27,882ની થઈ ગઈ છે. 
ધારાવીમાં 45 નવા કેસ
ધારાવી વિસ્તારમાંથી મંગળવારે કોરોનાના 45 નવા પેશન્ટ મળ્યા હતા. એ સાથે ત્યાંથી અત્યાર સુધી મળેલા દરદીઓની કુલ સંખ્યા 6136ની થઈ ગઈ છે. ધરાવીમાં અત્યારે 915 દરદી સારવાર હેઠળ છે, 4893 કોરોનાગ્રસ્તો સાજા થયા છે. ધારાવી વિસ્તાર પાલિકાના જી-નોર્થ વોર્ડમાં પડે છે. ધારાવી ઉપરાંત દાદર અને માહિમ પણ આ વોર્ડમાં આવે છે. દાદરમાંથી મંગળવારે 54 અને માહિમમાંથી 87 નવા કેસ મળ્યા હતા.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer