કોરોના : રાહતના સમાચાર

કોરોના : રાહતના સમાચાર
મુંબઈનો મૃત્યુ દર 0.03 ટકા જેટલો : પાલિકા કમિશનર
મુંબઈ, તા. 20 : બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે મંગળવારે જણાવ્યું હતું કે, શહેરમાં માસ્ક પહેરવા સહિતના કોરોના અંગેની માર્ગદર્શિકાનું કડકાઈપૂર્વક અમલ કરાવવાને કારણે મુંબઈમાં કોવિડ-19ને કારણે થતાં મૃત્યુનો દર માત્ર 0.03 ટકા જેટલો રહ્યો છે.
મહાપાલિકાના આંકડાઓ મુજબ ફેબ્રુઆરીના બીજા પખવાડિયાથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરના 70 દિવસના સમયગાળા દરમિયાન શહેરમાં 953 જણ મૃત્યુ પામ્યા છે. પાલિકાના જણાવ્યા મુજબ મહામારીની બીજી લહેર શરૂ થયા બાદ શહેરમાં 2.66 લાખ કેસ નોંધાયા છે. મુંબઈમાં રોજ સરેરાશ 13.6 જેટલા કોવિડના દરદી મૃત્યુ પામે છે.

Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer