રેમડેસિવિરની આયાત ડયૂટી માફ

રેમડેસિવિરની આયાત ડયૂટી માફ
દેશમાં રસીની અછતને પહોંચી વળવા નિર્ણય: ખાનગી કંપનીઓને પણ આયાતની છૂટ મળવાની શક્યતા
નવી દિલ્હી, તા. 20 : દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે સરકાર વિદેશથી રેમડેસિવિરની રસીની આયાતને વેગવાન બનાવવા માટેના પ્રયાસોમાં લાગી ગઈ છે. જેમાં હવે સરકારે ભારતમાં આયાત થનારી વિદેશી રસી પરની કસ્ટમ ડયુટી માફ કરી દીધી છે. રસીની આયાત ઉપર 10 ટકા કસ્ટમ ડયુટી હતી પણ વિદેશી રસી લોકોને સસ્તી મળી શકે તે માટે આ ડયુટી નહીં લેવાનું સરકારે નક્કી કર્યું છે. 
સાથે સાથે ખાનગી કંપનીઓને પણ વિદેશથી રસી આયાત કરવાની મંજૂરી આપવા માટે સરકારે વિચારણા હાથ ધરી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી તો દેશના માર્કેટમાં રસીના પૂરતા ડોઝ ઉપલબ્ધ થશે. 
આ પહેલા રશિયન રસી સ્પુતનિકને સરકાર મંજૂરી આપી ચૂકી છે. બહુ જલ્દી ભારતમાં આ રસીનું આગમન થઈ શકે છે. આ સિવાય ફાઇઝર, મોર્ડના અને જોન્સન એન્ડ જોન્સનની રસી પણ ભારતના બજારમાં જલ્દી આવી શકે છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, ખાનગી કંપનીઓને પણ સરકાર રસીની આયાત કરવા મંજૂરી આપી શકે છે. જેનાં કારણે ઓપન માર્કેટમાં રસી વેચવાનું પણ શક્ય બનશે. જેમાં સરકારની કોઈ દખલ નહીં હોય. કંપનીઓને વેક્સિનના ભાવ નક્કી કરવાની છૂટ અપાશે. 
હાલમાં દેશમાં કોરોના વેક્સિનની ખરીદી અને વેચાણ પર સરકારનું નિયંત્રણ છે. સરકાર બહુ જલ્દી આ નિયંત્રણ દૂર કરી શકે છે. 
જોકે આ મામલે નાણા મંત્રાલય દ્વારા હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer