અન્નપૂર્ણા શિખર સર કરનારી પ્રિયંકા મોહિતે ભારતની પ્રથમ મહિલા બની

અન્નપૂર્ણા શિખર સર કરનારી પ્રિયંકા મોહિતે ભારતની પ્રથમ મહિલા બની
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : સતારાની પ્રિયંકા મોહિતેએ વિશ્વનું 10મું સૌથી ઊંચું પર્વત શિખર અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.  28 વર્ષીય પ્રિયંકા જે કંપનીમાં કામ કરે છે એના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શૉએ જણાવ્યું હતું કે પ્રિયંકાએ 16મી એપ્રિલે બપોરે 1.30 વાગ્યે 8091 મીટર ઊંચું અન્નપૂર્ણા શિખર સર ર્ક્યું છે. 
અન્નપૂર્ણા પર્વતમાળા હિમાલયનો ભાગ છે અને નેપાળમાં સ્થિત છે. આ શિખર વિશ્વના સૌથી ઊંચા શિખરમાં 10મા સ્થાને આવે છે અને એને સર કરવાનું ઘણું મુશ્કેલ ગણાય છે. પ્રિયંકાએ 2013માં માઉન્ટ એવરેસ્ટ (8849 મીટર), 2018માં માઉન્ટ લોહત્સે (8516 મીટર) અને 2016માં માઉન્ટ મકાલુ (8485 મીટર) અને માઉન્ટ કિલિમાંજરો (5895 મીટર) સર કર્યા હતા. પ્રિયંકાએ કિશોર વયે જ સહ્યાદ્રિ પર્વતમાળામાં પવર્તારોહણ શરૂ કરી દીધું હતું.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer