રામનવમી નિમિત્તે મોરારિબાપુનો સંદેશ

રામનવમી નિમિત્તે મોરારિબાપુનો સંદેશ
તલગાજરડા, તા. 20 : પૂજ્ય મોરારિબાપુએ રામનવમીના પાવન પર્વની ઉજવણી કરવા અંગે વ્યાસપીઠ પરથી ધર્મ પ્રેમી જનતા જોગ જાહેર સંદેશો પાઠવ્યો છે. બાપુએ કહ્યું કે છે કે, `આવતી કાલે રામનવમીનો દિવસ છે. મધ્યાહ્ને પરબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થશે. રામ ઈશ્વર છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, ભગવાન છે, પરમ તત્ત્વ છે  અને જગ-મંગલ માટે પ્રગટ થાય છે, પરંતુ હું એક સાધુ તરીકે - રામજી મંદિરના પૂજારી તરીકે, સહુને અપીલ કરું છું કે `કાલે રામ જન્મ બહુ જ શાંતિથી, પોતાનાં ઘરમાં રહીને જ સહુ ઊજવે. ક્યાંય કોઇ ભેગા થાય નહીં. સહુ માસ્ક પહેરે. સામાજિક અંતર જાળવે અને સહુનાં આરોગ્યનું બહુ જ ધ્યાન રાખે. 
બાપુએ કહ્યું કે -`મારા માટે તો રામનવમીથી વધીને બીજો કોઈ મોટો દિવસ હોઈ જ ન શકે! પરંતુ વિશ્વના મંગલ માટે - વિશ્વના આરોગ્ય માટે, આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. આપણે સહુ પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આમાંથી જલદીથી ભયમુક્ત કરે.' 
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer