દેશમાં કોરોનાના સક્રિય કેસો 20 લાખને પાર

દેશમાં કોરોનાના સક્રિય કેસો 20 લાખને પાર
મૃત્યુ આંક સૌથી વધુ 1761 : જોકે, નવા કેસોની સંખ્યામાં આંશિક ઘટાડો
નવી દિલ્હી, તા. 20 : ભારતમાં કોરોના વાયરસના  કેસોમાં ભયજનક રીતે તેજીનો દોર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. આ રીતે દેશમાં કોવિડ-19 મામલાની કુલ સંખ્યા 1,53,21,089 થઇ ગઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ ભારતમાં દરરોજ તેજીતી વધતા નવા મામલાના કારણે દેશમાં  સક્રિય મામલાની સંખ્યા 20 લાખને પાર થઇ ગઇ છે. એક દિવસમાં 1761 નવા મૃત્યુની સાથે દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1,80,530 થઇ ગઇ છે.
એક દિવસમાં નવા 1761 મૃત્યુમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 351, દિલ્હીમાં 240, છત્તીસગઢમાં 175, ઉત્તરપ્રદેશના  167, કર્ણાટકમાંથી 146 અને ગુજરાતમાંથી 127 મૃત્યુ નોંધાયા છે.
જ્યારે સતત 41મા દિવસે વધારાનો દોર જારી રાખતાં સક્રિય કેસો વધીને 20,31,977 થઇ ગયા છે. જેમાં કેટલાક હોમ આઇસોલેટ થયા છે. આજે સવારે જાહેર કરેલા આંક મુજબ, કુલ સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા 1,31,08,582 નોંધાઇ છે. 

Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer