પિક્ચરવર્ક્સની હૉરર ફિલ્મ હૉસ્ટ એમેઝોન પ્રાઈમ પર

પિક્ચરવર્ક્સની હૉરર ફિલ્મ હૉસ્ટ એમેઝોન પ્રાઈમ પર
રૉબ સૅવેજ દિગ્દર્શિત હૉરર ફિલ્મ હૉસ્ટ 2020માં લૉકાઉન દરમિયાન શૂટ કરવામાં આવી હતી અને હાલમાં અમેરિકામાં રીલિઝ થઈ છે. મૂળ અંગ્રેજીભાષાની પિક્ચરવર્ક્સની આ ફિલ્મ  હિન્દી, તામિલ અને તેલુગુ ડબિંગ સાથે રજૂ થશે. સસ્પેન્સ અને ડરામણી ફિલ્મ હૉસ્ટ હૉરર ફિલ્મના ચાહકોને ગમશે. ફિલ્મ સમીક્ષકોના મતે આ ફિલ્મ જોયા બાદ એક સપ્તાહ સુધી ઊંઘ નહીં આવે. આ ફિલ્મને અમેરિકામાં સફળતા મળતાં પેરાનોર્મલ એક્ટિવિટી, હેપી ડૅથ ડૅ અને ધ પર્જની પ્રૉડકશન કંપની બ્લુમહાઉસનું પણ ધ્યાન દિગ્દર્શક રૉબ પ્રત્યે આકર્ષિત થયું હતું અને તેમણે ત્રણ ફિલ્મના કરાર કર્યા છે. 

Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer