અનુશ્કા શર્મા અને વિરાટ કોહલીએ બે કરોડ આપી રાહત ભંડોળની શરૂઆત કરી

અનુશ્કા શર્મા અને વિરાટ કોહલીએ બે કરોડ આપી રાહત ભંડોળની શરૂઆત કરી
પ્રિયંકા ચોપરાઅને નીક જોનાસ બાદ હવે અનુશ્કા શર્મા અને વિરાટ કોહલીએ કોરોના જંગમાં મદદ કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે રૂપિયા બે કરોડનું દાન આપીને આ ભંડોળની શરૂાત કરી છે અને ચાહકોને તેમાં દાન આપવા અપીલ કરી છે. વિરાટે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, અનુશ્કા તથા મેં કોવિડ-19ની જંગમાં કેટ્ટો (ભંડોળ એકત્રિત કરતી વૅબસાઈટ) પર ફંડ ભેગું કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આપણે સાથે મળીને જરૂરિયાતમંદોને મદદ કરીએ તે માટે હું તમને આમાં સામેલ થવાનો આગ્રહ કરું છું. 
વિરાટ-અનુશ્કાએ 46 મિનિટનો એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહે છે કે ભારતની હાલત ઘણી જ ખરાબ છે. કોરોના સામે દિવસ રાત લડતાં લોકોને સલામ. પરંતુ તેમને હવે જરૂર છે આપણા સહકારની તથા સાથે ઊભા રહેવાની. આથી અમે ફંડરેઝર `હૅશટૅગ ઈન ધીસ ટુગેધર' શરૂ કરીએ છીએ. તમારું યોગદાન કેટલાય લોકોના જીવન બચાવી શકશે. 
આ અભિયાન કેટ્ટો પર સાત દિવસ ચલાવવામાં આવશે. આમાં ભેગી થયેલી રકમ એસીટીને આપવામાં આવશે જે આ અભિયાનના ઈમ્પિલમેન્ટેશન પાર્ટનર છે. તેઓ અૉક્સિજન, દવા, રસીકરણ અને જાગરૂકતા જેવી બાબતો પર કામ કરે છે. 
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer