નૌકાચાલક અર્જુન અને અરવિંદ અૉલિમ્પિક માટે ક્વૉલિફાય

નૌકાચાલક અર્જુન અને અરવિંદ અૉલિમ્પિક માટે ક્વૉલિફાય
નવી દિલ્હી, તા.7: ભારતીય નૌકાચાલક અર્જુનલાલ જાટ અને અરવિંદ સિંહ ટોક્યો ઓલિમ્પિક માટે એશિયા-ઓસેનિયા ક્વોલીફાઇ ટૂર્નામેન્ટની અંતિમ રેસમાં બીજા સ્થાને રહીને પુરુષોની લાઇટ વેટ ડબલ સ્કલ્સ સ્પર્ધામાં ટોક્યો ઓલિમ્પિક માટે કવોલીફાઇ થયા છે. આ રેસમાં ઓલિમ્પિકમાં એક દેશને એક બોટ જ ભાગ લઇ શકે છે. આથી ભારતનો અન્ય એક ખેલાડી જાકર ખાન કવોલિફાઇથી વંચિત રહ્યો હતો. અર્જુનલાલ અને અરવિંદસિંહ સિવાય હવે અન્ય કોઇ ભારતીય નૌકા ખેલાડી માટે કવોલીફાઇની તક રહી નથી. કારણ કે ઇટાલીમાં અન્ય એક કવોલીફાઇ સ્પર્ધા થવાની છે. જેમાં કોરોના મહામારીને લીધે ભારતીય ખેલાડીઓનું ભાગ લેવું શકય નથી.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer