સચીન વાઝે અને રિયાઝ કાઝીની જ્યુડિશિયલ કસ્ટડી 19 મે સુધી લંબાવાઈ

મુંબઇ,તા.7 : દક્ષિણ મુંબઇ સ્થિત એન્ટિલિયા નજીક એસયુવીમાં વિસ્ફોટક સામગ્રી મળવાના અને થાણેના વેપારી મનસુખ હિરેનની મોત મામલે ધરપકડ કરાયેલા સચીન વાઝે અને રિયાઝ કાઝીની જ્યુડિશિયલ કસ્ટડી 19 મે સુધી વધારવામાં આવી છે. મુંબઇની એનઆઇએ વિશેષ કોર્ટે આ બંનેને 19 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી છે. પાંચમી મેએ બંનેની કસ્ટડી પૂર્ણ થતાં બંને આરોપીને ન્યાયાધીશ રાહુલ ભોસલેની કોર્ટમાં હાજર કરાયા હતા તે સમયે બંનેની કસ્ટડીમાં 14 દિવસનો વધારો કરી 19 મે સુસ્ની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. 
દરમિયાન આ કેસમાં ધરપકડ કરાયેલા ક્રિકેટ બુકી નરેશ ગોરે મુંબઇની એનઆઇએ વિશેષ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આ ગુનામાં બનાવટી નામે ઉપયોગમાં લેવાયેલા સિમકાર્ડ ગોરએ આપ્યા હતા. કોર્ટે આ મામલે એનઆઇએને જવાબ નોંધવાના નિર્દેશ આપ્યા છે.
વાઝેને જેલમાં દવાઓ અને વત્રો આપવા કોર્ટની મંજૂરી 
વિશેષ અદાલતે ગુરુવારે તલોજા જેલમાંના અધિકારીઓને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાઝેને દવાઓ અને રોજિંદી જરૂરયાતોની કેટલીક વસ્તુઓ આપવાના નિર્દેશ આપ્યા છે. 
દક્ષિણ મુંબઇ સ્થિત એન્ટિલિયા નજીક એસયુવીમાં વિસ્ફોટક સામગ્રી મળવાના અને થાણેના વેપારી મનસુખ હિરેનની મોતના મામલે ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાઝે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer