વિતરણ માટેની કેન્દ્રની યાદીમાં મહારાષ્ટ્રનું નામ ન હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ

વિશ્વભરમાંથી મળતી સહાયમાં અન્યાય 
મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : કોરોનાના રોગચાળાને પહોંચી વળવા માટે 40 રાષ્ટ્રોમાંથી મળેલી મદદનો હિસ્સો મહારાષ્ટ્રને આપવાની યોજના કેન્દ્ર સરકાર ધરાવતી નથી એમ કૉંગ્રેસે જણાવ્યું છે.
કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રવકતા સચિન સાવંતે જણાવ્યું હતું કે કેન્દ્રમાં વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની ભાજપની સરકારનો મહારાષ્ટ્ર પ્રત્યેનો દ્વેષ ફરી એકવાર સપાટી ઉપર આવ્યો છે. કોરોનાના કારણે વિશ્વના 40 દેશોમાંથી મળેલી મદદ આપવા માટે રાજ્યોની યાદી બનાવવામાં આવી છે તેમાં મહારાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વિશ્વભરમાંથી મળેલી સહાય ભાજપશાસિત - ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, હરિયાણા અને અન્ય રાજ્યોને આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારોને આ મદદ મેળવવાનો અધિકાર છે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને થતાં અન્યાય અંગે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ખુલાસો કરવો જોઈએ. અૉક્સિજન, રેમડેસિવિર અને રસીની બાબતમાં કેન્દ્ર ભાજપશાસિત રાજ્યોને પ્રાથમિકતા આપે છે એમ સાવંતે ઉમેર્યું હતું.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer