17 રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ 50 હજારથી ઓછા

દેશમાં અત્યાર સુધીમાં 16.50 કરોડ રસીના ડોઝ અપાઈ ગયા
નવી દિલ્હી, તા.7: દેશમાં વધી રહેલા કોરોનાનાં નવા કેસ વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે રાજ્યવાર સ્થિતિ જણાવવામાં આવી હતી. જે મુજબ દેશમાં 12 રાજ્ય એવા છે જ્યાં કોરોનાનાં 1 લાખ કરતાં વધુ સક્રિય કેસો છે. 7 રાજ્યોમાં 50 હજારથી લાખ વચ્ચે સક્રિય કેસો છે. જ્યારે દેશમાં અત્યારે 17 રાજ્ય એવા છે જ્યાં કોરોનાનાં સક્રિય કેસોની સંખ્યા 50 હજાર કરતાં ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં અતિરિક્ત સચિવ આરતી આહુજાનાં જણાવ્યા અનુસાર અત્યારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, તામિળનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને બિહારમાં આવી રહ્યા છે.
24 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં 15 ટકા કરતાં ઓછો પોઝિટિવિટી રેટ છે. પથી 15 ટકા પોઝિટિવિટી રેટ ધરાવતા રાજ્યોની સંખ્યા 9 છે અને પાંચ કરતાં ઓછો પોઝિટિવિટી રેટ હોય તેવા રાજ્યો 3 છે.
18થી 44 વર્ષનાં 11.81 લાખ લોકોને રસીનો ડોઝ
44 વર્ષ સુધીનાં પુખ્તોનાં રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં 11.81 લાખ લોકોને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને 16.50 કરોડ જેટલા ડોઝ આપી દેવાયા છે. જેમાં પહેલો અને બીજો ડોઝ બન્નેનો સમાવેશ થાય છે.
કયા રાજ્યોમાં ઘટી રહ્યા છે કેસ?
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગણ અને ઝારખંડમાં ધીરેધીરે કોરોનાનાં કેસમાં ઘટાડાનું વલણ દેખાઈ રહ્યું છે.
કયા રાજ્યમાં વધી રહ્યા છે કેસ?
કર્ણાટક, કેરળ, તામિળનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, હરિયાણા, ઓરિસ્સા અને ઉત્તરાખંડમાં અત્યારે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer