પેટ્રોલ-ડીઝલમાં સતત ચોથા દિવસે ભાવ વધ્યા

નવી દિલ્હી, તા.7 : વિધાનસભા ચૂંટણીઓ પુર્ણ થયા બાદ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાનો અવિરત દૌર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સસ્તુ છતાં સતત ચોથા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે. દિલ્હીમાં પેટ્રોલ લિટરે 28 પૈસા તો ડીઝલ 31 પૈસા મોંઘુ થયુ છે. છેલ્લા 4 દિવસમાં ડીઝલમાં કટકે કટકે રૂ.1નો ભારેખમ વધારો ઝીંકી દેવાયો છે.શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91.27 પ્રતિ લિટર તો ડીઝલ રૂ.81.73ને આંબી ગયુ હતું. મુંબઈમાં ભાવ અનુક્રમે 97.61, 88.82, કોલકત્તામાં 91.41, 84.57, ચેન્નાઈમાં 93.15 અને 86.65 રહ્યો હતો. 

Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer