કોરોનાની ત્રીજી લહેર રોકી શકાશે

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું, મજબૂત ઉપાયોથી કાબૂમાં કરવી શક્ય
નવી દિલ્હી, તા. 7 : કોરોના વાયરસની ત્રીજી લહેરને કાબૂ કરી શકાશે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક વિજય રાઘવનના કહેવા પ્રમાણે ચોક્કસ ઉપાયો કરવાથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહી આવે. 
જો કે સ્થાનિક, રાજ્યો, જીલ્લાવાર અને શહેરોના સ્તરે પ્રભાવી દિશાનિર્દેશોનું કઈ રીતે પાલન કરવામાં આવે જે તેના ઉપર ત્રીજી લહેરની શક્યતા નિર્ભર કરે છે.  થોડા દિવસ અગાઉ જ વિજય રાઘવને આગામી ટૂંક સમયમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જે રીતે વાયરસનો પ્રસાર થઈ રહ્યો છે તેને જોઈને કોરોનાની ત્રીજી લહેર નિશ્ચિત છે. જો કે સ્પષ્ટ નથી કે ત્રીજી લહેર ક્યારે અને ક્યા  સ્તરે આવશે. 
તેમણે કહ્યું હતું કે, બીમારીની નવી લહેરો માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. બાકી તેને રોકવી મુશ્કેલ બની રહેશે.

Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer