યુપીમાં કોરોનાનો હાહાકાર : યમુના નદીમાં લોકો વહાવી રહ્યા છે મૃતદેહ

લખનઊ, તા. 7: ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનો પ્રસાર વિસ્ફોટક બની રહ્યો છે. યુપીના હમીરપુર જિલ્લામાંથી દર્દનાક તસવીર સામે આવી છે. જેમાં યમુના નદીમાં એક સાથે મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. કહેવાય છે કે ગામના લોકો અંતિમસંસ્કાર કરવાને બદલે મૃતદેહોને યમુનામાં પ્રવાહિત કરી રહ્યા છે. શુક્રવારે યમુનામાં અચાનકથી ઘણા મૃતદેહો જોવા મળ્યા હતા જેને લઈને વિસ્તારમાં હડકંપ મચ્યો હતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer