પંજાબમાં નહેરમાંથી મળી 600થી વધારે રેમડેસિવિર

પંજાબમાં નહેરમાંથી મળી 600થી વધારે રેમડેસિવિર
નવી દિલ્હી, તા. 7 : દેશભરમાં દવાની અછત વચ્ચે પંજાબમાં પોલીસે નહેરમાંથી 600થી વધારે રેમડેસિવિર બરામદ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે રેમડેસિવિર સાથે નહેરમાંથી સેફાપેરાજોન પણ મળી આવી છે. આ એન્ટિબાયોટીક ઈન્જેક્શન સેફાપેરાજોનની સંખ્યા 1400 આસપાસ છે. આ ઉપરાંત લેબલ વિનાના ઈન્જેક્શન પણ મળી આવ્યા છે જેના ઉપર સરકારી આપૂર્તિ લખેલું છે. ઈન્જેક્શન અસલી છે કે નકલી તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં બરામદ રેમડેસિવિર વાઈલ્સ નકલી લાગી રહી છે. જો કે તમામ ઈન્જેક્શન નહેરમાં કેમ ફેંકવામાં આવ્યા તે સ્પષ્ટ થઈ શક્યું નથી. 
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer