સર્વપક્ષીય બેઠક બોલાવો : સોનિયા

સર્વપક્ષીય બેઠક બોલાવો : સોનિયા
નવી દિલ્હી, તા. 7 : ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનવા માંડયું છે, ત્યારે વિકટ થતી જતી પરિસ્થિતિ માટે કેંગ્રેસે કેન્દ્ર સામે સવાલ ખડા કર્યા?છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે સંસદીયપક્ષની બેઠકમાં કેન્દ્ર સરકારને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી હતી.
બીજી તરફ, તાજી વિધાનસભા ચુંટણીઓમાં કોંગ્રેસના પ્રદર્શનને `િનરાશાજનક' ગણાવતાં સોનિયાએ કહ્યું હતું કે, આ હારમાંથી શીખ લેવાની જરૂર છે. સાથોસાથ તેમણે સ્ટેંડિંગ કમિટીને પણ કોરોના સંક્રમણથી બગડતી સ્થિતિ પર નજર રાખવા પણ અપીલ કરી હતી. વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી બેઠકને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, હાલત બગડી છે. મહામારી સામે લડવામાં મોદી સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે, તેવો આરોપ તેમણે મુકયો હતો.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, દીર્ધદૃષ્ટિવાળા નેતૃત્વથી જ આ ભયાનક બનતાં જઈ રહેલાં સંકટ પર વિજય મેળવી શકાય છે. સોનિયાએ જીત બદલ મમતા બેનર્જી, સ્ટાલિન અને ડાબેરી પક્ષોને શુભેચ્છા આપી હતી અને કોંગ્રેસના પ્રદર્શનને નિરાશાજનક ગણાવ્યું હતું.

Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer