મોદીએ મનની વાત કરી, કામની નહીં : સોરેન

મોદીએ મનની વાત કરી, કામની નહીં : સોરેન
ઝારખંડના મુખ્ય પ્રધાનની ટિપ્પણ સામે ભાજપનો પલટવાર 
રાંચી, તા. 7 : કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ જાણવા વડાપ્રધાન મોદીએ ગુરૂવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેના થોડા કલાકો બાદ સોરેને આરોપ લગાવ્યો કે વડાપ્રધાને તેમની વાત તો સાંભળી જ નહીં. આ વાતચીત કોઈ એકલા વ્યક્તિના લાંબા ભાષણ જેવી હતી.
મુખ્યમંત્રી હેમંત સોરેને રાત્રે ટ્વિટ કર્યું કે આદરણીય વડાપ્રધાને ફોન કર્યો. તેમણે માત્ર પોતાના મનની વાત કરી. સારૂ હોત જો તેઓ કામની વાત કરતે અને કામની વાત સાંભળતે.  જો કે મુખ્યમંત્રીના આવા ટ્વિટ બાદ હંગામો મચી ગયો છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ અને નેતાઓ ઉકળી ઉઠયા અને તેને અપમાનજનક ગણાવ્યું હતું. ભાજપની આખી ફૌજ સોરેનને જવાબ આપવા લાગી ગઈ અને તેમના પર હલકી હરકત કર્યાનો, બંધારણીય પદોની ગરીમા જાળવવાની ટકોર સાથે પલટવાર કર્યો હતો.  
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer