મુંબઈમાં 3039 સહિત રાજ્યમાં કોરોનાના નવા 54,022 સંક્રમિતો મળ્યા

મુંબઈમાં 3039 સહિત રાજ્યમાં કોરોનાના નવા 54,022 સંક્રમિતો મળ્યા
24 કલાકમાં કેસોમાં 15થી 20 ટકાનો ઘટાડો
મુંબઈ, તા. 7 : શુક્રવારે મુંબઈમાંથી કોરોનાના 3039 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 6,71,394ની થઈ ગઈ છે. 
ગુરુવારે મુંબઈમાંથી 3879, બુધવારે 3879, મંગળવારે 2552, સોમવારે 2662 અને રવિવારે 3672 નવા કેસ મળેલાં. છેલ્લાં 24 કલાકમાં 71 દરદીના મૃત્યુ થયા હતા એ સાથે શહેરનો મૃત્યાંક 13,687નો થઈ ગયો છે. અત્યારે 49,499 દરદી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં 4052 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલાં દરદીઓની સંખ્યા 6,06,435ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ હવે 90 ટકા છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 138 દિવસનો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.51 ટકા છે. 
મુંબઈમાં 617 બિલ્ડિગો સીલ કરાઈ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 96 છે. મુંબઈમાં ગુરુવારે 35,224 ટેસ્ટ કરવામાં આવી હતી અને એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 56,44,402ની થઈ ગઈ છે. 
શુક્રવારે રાજ્યમાંથી કોરોનાના 54,022 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમા અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 49,96,758ની થઈ ગઈ છે. રાજ્યમાં 6,54,788 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
ગુરુવારે રાજ્યમાંથી 62,194, બુધવારે 57,640, મંગળવારે 48,621, સોમવારે 48,621 અને રવિવારે 56,647 નવા કેસ મળેલા. 
  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 898 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 74,413નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.49 
ટકા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 37,386 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 42,65,326 દરદી સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 85.36 ટકા છે. 
અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,89,30,580 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 49,96,758 (17.27 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. અત્યારે રાજ્યમાં 38,41,431 દરદી હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 28,860 દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સારવાર હેઠળના પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં અત્યારે 1,20,512 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. એ પછી નાગપુર જિલ્લામાં 61,680, મુંબઈમાં 54,162, થાણે જિલ્લામાં 45,670 અને નાશિક જિલ્લામાં 40,434 દરદી અત્યાર સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા સક્રિય પેશન્ટો એટલે કે 1985 દરદી હિંગોલીમાં જિલ્લામાં છે. 
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer