રસીના બીજા ડોઝના લાભાર્થીઓને પ્રાથમિકતા આપવા રાજ્યોને સૂચના

રસીના બીજા ડોઝના લાભાર્થીઓને પ્રાથમિકતા આપવા રાજ્યોને સૂચના
નવી દિલ્હી, તા.7: દેશમાં 18 વર્ષથી વધુ વયનાં લોકોનું રસીકરણ શરૂ થવા સાથે જ રસીકરણ કેન્દ્રો ઉપર ધસારો વધી ગયો છે. આના હિસાબે રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા હોય અને બીજા ડોઝનો સમય થઈ ગયો હોય તેવાં લોકોને પણ ભારે મુશ્કેલી પડવાની ફરિયાદો ઉઠવા લાગી હતી. જેનાં અનુસંધાને હવે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને રસીનાં બીજા ડોઝનાં લાભાર્થીઓને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે, બીજા અને પહેલા ડોઝ માટે રસીનું પ્રમાણ 70:30 જેટલું જાળવવું. જેથી કરીને પહેલો ડોઝ લઈ ચૂકેલા લાભાર્થીઓ સમયસર બીજો ડોઝ પણ મેળવી શકે.

Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer