બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટના આંકડે પહોંચી શકે છે : એમ્બ્રોસ

બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટના આંકડે પહોંચી શકે છે : એમ્બ્રોસ
નવી દિલ્હી, તા.9: વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ મહાન ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોસનું માનવું છે કે ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ જો તેની ફિટનેસ જાળવી રાખશે તો ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ ઝડપી શકે છે. એમ્બ્રોસે એક યુ-ટયુબ શોમાં કહ્યંુ છે કે ભારત પાસે હાલ ઘણાં સારા ઝડપી બોલરો છે. હું જસપ્રિત બુમરાહનો મોટો ચાહક છું. તે જોરદાર છે, હું તેને વધુ ને વધુ સારો દેખાવ કરતો જોવા માગુ છું. મને વિશ્વાસ છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટના આંકડા સુધી પહોંચી શકે છે. તે દડાને સ્વિંગ અને સીમ બન્ને કરાવી શકે છે. તે સારા યોર્કર પણ ફેંકે છે. તે સારો ડેથ ઓવર્સ સ્પેશ્યાલીસ્ટ પણ છે. જો કે એમ્બ્રોસનું માનવું છે કે બુમરાહનો રનઅપ ઓછો હોવાથી તેના સ્નાયૂ ખેંચાઇ જવાનો વધુ ખતરો છે. તે દડો ફેંકતા પૂર્વે બે-ત્રણ વખત હલચલ કરે છે. જે તેની ફિટનેસને અસર કરી શકે છે. સફળ કેરિયર માટે તેણે લાંબા સમય સુધી ફિટ રહેવું જરૂરી છે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer