નાઓમી ઓસાકા વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : પ્રતિષ્ઠિત લોરેસ વર્લ્ડ સ્પૉર્ટસ એવૉર્ડથી સન્માનિત

નાઓમી ઓસાકા વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : પ્રતિષ્ઠિત લોરેસ વર્લ્ડ સ્પૉર્ટસ એવૉર્ડથી સન્માનિત
મોનાકા તા.9: વિશ્વની બીજા નંબરની અને જાપાનની સ્ટાર ખેલાડી નાઓમી ઓસાકા અને ટેનિસ વિશ્વની પૂર્વ મહાન ખેલાડી બિલી જિન કિંગને પ્રતિષ્ઠિત લોરેસ વર્લ્ડ સ્પોર્ટસ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ઓસાકાને ટેનિસ કોર્ટની અંદરની બહારની ઉપલબ્ધિઓ માટે સ્પોર્ટસ વીમન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. જયારે બિલી જિન કિંગને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવી છે. નાઓમી ઓસાકાને આ પહેલા 2019માં બ્રેક થૂ ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવી હતી. 2019માં પણ તે સ્પોર્ટસ વીમન ઓફ ધ યર તરીકે નોમિનેટ થઇ હતી. જોકે ત્યારે તેને આ એવોર્ડ પ્રાપ્ત થયો ન હતો, પણ આ વખતે તે 2020ની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી જાહેર થઇ છે. ઓસાકાએ 2020ના અંતમાં યૂએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો અને બાદમાં 2021ના પ્રારંભે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન તેણીએ બ્લેક લાઇવ્સ મેટર અભિયાનનું સમર્થન કર્યું હતું. આ સમારંભ વર્ચુઅલી યોજાયો હતો.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer