કોરોના મુદ્દે પીએમ મોદીની ચાર રાજ્યોના સીએમ સાથે વાતચીત

નવી દિલ્હી, તા. 9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ઉપર વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા ઉપરાંત સુચનો આપવા માટે છેલ્લા અમુક દિવસથી રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો સાથે વાતચીત કરી રહ્યા છે.
મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને કોરોના મહામારીની બીજી લહેરને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની પણ જાણકારી આપી હતી. ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના ચાર લાખથી વધારે કેસ સામે આવ્યા બાદ દેશમાં હવે સંક્રમિતોની કુલ સંખ્યા 2,22,96,414 થઈ છે. વધુમાં સવારના આઠ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે દેશમં 4092 વધુ દર્દીઓ મૃત્યુ પામતા કુલ મૃત્યુઆંક 242362 થયો છે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer