નીતિન પટેલે કોરોનાને હરાવ્યો, 15 દિવસની સારવાર બાદ ઘરે પરત

અમદાવાદ, તા. 9: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોનાને હરાવીને સ્વસ્થ થઈને આજે પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા. તેઓ ગત 24મી એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા. 24 એપ્રિલના તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નીતિન પટેલને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 15 દિવસની સારવાર લીધા બાદ નીતિન પટેલ સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. સાથે જ હાલમાં ડોક્ટરની સલાહ મુજબ તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ વિશે નીતિન પટેલે સોશિયલ મીડિયા પોસ્ટથી જાણકારી આપી હતી. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer