હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી અવસાન

અમદાવાદ, તા. 9: રાજ્યના કૉંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલનું અવસાન થયું છે. હાર્દિકના પિતા ભરત પટેલ કોરોના સંક્રમિત થયા હતા અને તેમને અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer