રિક્ષાવાળા માટેના રાહત ફંડની ફાળવણી

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રના 7.20 લાખ રિક્ષવાળાઓને કોરોના સંબંધી વન ટાઈમ રાહત પેકજ પેટે 1500 રૂપિયા આપવા રાજ્ય સરકારે 108 કરોડની ફાળવણી કરી છે. આ સંબંધેનો સરકારી આદેશ સાત મેના બહાર પાડવામાં આવ્યો હતો. આ પૈસા રિક્ષા ડ્રાઈવરના ખાતામાં સીધા જમા થશે. ડ્રાઈવરોએ લાભ લેવા માટે રિક્ષાની પરમીટ, બિલ્લો, રિક્ષા અને આધાર કાર્ડ નંબર અપલોડ કરવા પડશે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer