જપ્ત યુરેનિયમ કેસની તપાસ એનઆઇએને સોંપાઇ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : અણુ બોમ્બ સહિત અન્ય વિસ્ફોટકો બનાવવા માટે ઉપયોગમાં લેવાતુ યુરેનિયમનો સાત કિલોનો જથ્થો એટીએસે જપ્ત કર્યા બાદ આ યુરેનિયમ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને સોંપવામાં આવી છે. 
મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ ગુરુવારે માનખુર્દથી બે આરોપીની આ કેસમાં ધરપકડ કરી હતી. આ બંને પાસેથી 21 કરોડ રૂપિયાનું સાત કિલોથી વધુનો યુરેનિયમનો જથ્થો તાબામાં લેવાયો હતો. એટીએસે આ મામલે જીગર પંડયા અને અબુ તાહિરની ધરપકડ કરી છે. ગેરકાયદે વિસ્ફોટક રાખવાનો કેસ હોવાથી એનઆઇએએ આ કેસની તપાસ પોતાના હાથમાં લઇ લીધી છે. 
દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સસ્કવોડ (એટીએસ) પાસે 21.30 કરોડ રૂપિયાનું કુદરતી યુરેનિયમ જપ્ત કર્યા બાબતનો વિસ્તૃત અહેવાલ શુક્રવારે માંગ્યો હતો. 
મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ સાત કિલોગ્રામ કુદરતી યુરેનિયમ જપ્ત કર્યુ છે જેની કિંમત 21.3 કરોડ રૂપિયા છે. અધિકારીએ ગુરુવારે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર (બીએઆરસી) દ્વારા કરાયેલા વિશ્લેષણ બાદ એટીએસે જણાવ્યું હતું કે આ યુરેનિયમ અત્યંત રેડિયોએકિટવ છે અને જોખમી છે. બાતમીના આધારે એટીએસે થાનેમાં રહેતા 27 વર્ષીય જીગર પંડયાને આ વર્ષે 14 ફેબ્રુઆરીએ કેટલીક કિંમતી વસ્તુઓના ટુકડા સાથે તાબામાં લીધો હતો. પંડયા આ વસ્તુને ગેરકાયદે વેચવા માગતો હતો અને ગ્રાહકની શોધમાં હતો. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer