દેશને પીએમ આવાસ નહીં શ્વાસ જોઈએ છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 9: કોરોનાની બીજી લહેરથી દેશ બેહાલ છે. દરરોજ ચાર લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જ્યારે ચાર હજારથી વધારે મૃત્યુનો આંકડો પણ ભય વધારી રહ્યો છે. આ દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને મોદી સરકાર સતત વિપક્ષના નિશાને છે. પ્રોજેક્ટને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, દેશને પીએમ આવાસ નહીં પણ શ્વાસની જરૂર છે. રાહુલ ગાંધીએ ટ્વિટર હેન્ડલ ઉપર બે તસવીર પોસ્ટ કરી હતી. જેમાં પહેલી તસવીરમાં સામાન્ય લોકો ઓક્સિજન માટે લાંબી કતારમાં છે તો બીજી તરફમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રેજેક્ટમાં ખોદકામ ચાલુ છે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer