કોરોના : રાજ્યમાં એક મહિના બાદ હાશકારો

કોરોના : રાજ્યમાં એક મહિના બાદ હાશકારો
મુંબઈમાં  2403 સહિત મહારાષ્ટ્રમાં પાંચમી એપ્રિલ બાદ નવા સંક્રમિતોની સંખ્યા 50 હજારથી નીચે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.9 : રવિવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 48,401 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમા અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 51,01,737ની થઈ ગઈ છે. રાજ્યમાં 6,15,783 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. રાજ્યમાં છેલ્લે પાંચમી એપ્રિલે 50 હજારથી ઓછા નવા કેસો મળ્યા હતાં, તેથી લગભગ એક મહિના બાદ આ હાશકારો થયો છે.
શનિવારે રાજ્યમાંથી 53,5050, શુક્રવારે રાજ્યમાંથી 54,022, ગુરુવારે 62,194, બુધવારે 57,640 અને મંગળવારે 48,621 નવા કેસ મળેલા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 572 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 75,849નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.49 ટકા પર સ્થિર રહ્યો છે. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 60,226 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 44,07,818 દરદી સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 86.40 ટકા છે. 
અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,94,38,797 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 51,01,737 (17.33 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. 
અત્યારે રાજ્યમાં 36,96,896 દરદી હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 26,939 દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સારવાર હેઠળના પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં અત્યારે 1,00,316 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. એ પછી નાગપુર જિલ્લામાં 59,444, મુંબઈમાં 51,165, નાશિક જિલ્લામાં 39,539 અને  થાણે જિલ્લામાં 38,352 દરદી અત્યારે સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા સક્રિય પેશન્ટો એટલે કે 2109 દરદી હિંગોલીમાં જિલ્લામાં છે. 
રવિવારે મુંબઈમાંથી કોરોનાના 2403 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 6,76,475ની થઈ ગઈ છે. 
શનિવારે મુંબઈમાંથી 2678, શુક્રવારે 3039, ગુરુવારે 3879 અને બુધવારે 3879 નવા કેસ મળેલાં. 
છેલ્લાં 24 કલાકમાં 68 દરદીના મૃત્યુ થયા હતા એ સાથે શહેરનો મૃત્યાંક 13,817નો થઈ ગયો છે. અત્યારે 47,416 દરદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં 3375 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલાં દરદીઓની સંખ્યા 6,13,418ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ 91 ટકા છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ વધીને 153 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.44 ટકા છે. 
મુંબઈમાં 553 બિલ્ડિગો સીલ કરાઈ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 89 છે.મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 32,590 ટેસ્ટ કરવામાં આવી હતી અને એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 57,10,370ની થઈ ગઈ છે.
ધારાવીમાં 18 નવા દરદી
ધારાવી વિસ્તારમાંથી રવિવારે કોરોનાના 13 નવા પેશન્ટ મળ્યા હતા. એ સાથે ત્યાંથી અત્યાર સુધી મળેલા દરદીઓની કુલ સંખ્યા 6623ની થઈ ગઈ છે. અત્યાર સુધી 5540 પેશન્ટો અત્યાર સુધી ત્યાં સાજા થયા છે. અત્યારે ધારાવીમાં 755 દરદી સારવાર હેઠળ છે. 
ધારાવી વિસ્તાર પાલિકાના જી-નોર્થ વોર્ડમાં પડે છે. 
ધારાવી ઉપરાંત દાદર અને માહિમ પણ આ વોર્ડમાં આવે છે. દાદરમાંથી રવિવારે 16 અને માહિમમાંથી 34 નવા કેસ મળ્યા હતા. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer