અંધેરીના દેરાસરમાં કોરોના રસી કેન્દ્ર શરૂ થશે

અંધેરીના દેરાસરમાં કોરોના રસી કેન્દ્ર શરૂ થશે
જૈન સંઘની પહેલ
મુંબઈ, તા. 9 : અંધેરી (પૂર્વ)માં જે.બી. નગર સ્થિત શ્રી કાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘની મૅનેજિંગ કમિટીએ તેના જૈન મંદિરની જગ્યામાં કોરોનાની રસી આપવાનું કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કર્યું છે. તેનું ઉદ્ઘાટન દસમી મેના દિને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુરેશ શેટ્ટી અને વૉર્ડ ક્રમાંક-82ના નગરસેવક જગદીશ અમીનના હસ્તે ખુલ્લુ મુકાશે. `સંઘ'ના મંત્રી સંજય જ. વોરાએ જણાવ્યું હતું કે જૈન મંદિરમાં જાતિ કે ધર્મના ભેદભાવ વિના બધાને રસી આપવામાં આવશે. આ કેન્દ્રમાં આવતા મંગળવારથી રસી આપવાના કામની શરૂઆત થશે. રસી માટેના નામો નાગરિકો કોવિન એપ' અથવા આરોગ્ય સેતુ દ્વારા નોંધાવી શકાશે. આ જૈન મંદિરને રસી આપવાના કેન્દ્રમાં ફેરવવામાં સ્ટડી સર્કલ કલાસના પ્રોફેસર જિનેશ શાહે પણ મદદ કરી હતી.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer