રાધાકૃષ્ણ સિરિયલના 700 એપિસોડ પૂરા

રાધાકૃષ્ણ સિરિયલના 700 એપિસોડ પૂરા
2018માં સ્ટાર ભારત પરથી શરૂ થયેલી સિરિયલ રાધાકૃષ્ણના 700 એપિસોડ પૂરા થયા છે. સિદ્ધાર્થ કુમાર તિવારી નિર્મિત આ સિરિયલમાં સુમેધ મુદગળકર અને મલ્લિકા સિંહ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સિરિયલમાં રાધા અને શ્રીકૃષ્ણના જીવનની કેટલીક અજ્ઞાત કથાઓ દર્શાવવામાં આવી છે. હવે આ સિરિયલમાં હનુમાનજીનો પ્રવેશ થયો છે જે દર્શકોને ગમી છે. અભિનેતા તરુણ ખન્નાના અભિનય અને તે કથાની પણ પ્રશંસા કરી છે. અત્યારના મુશ્કેલ સમયમાં સિરિયલમાં દેવી અલક્ષ્મી જે લક્ષ્મીની મોટી બહેન છે તેની કથા શરૂ કરી છે.  
સુમેધ જણાવ્યું હતું કે, હું નસીબદાર છું કે મને કૃષ્ણનું પાત્ર ભજવવા મળ્યું. આ પાત્રએ મારી અભિનય ક્ષમતાઓની સીમાઓ વિસ્તારી તે સાથે જ અંગત જીવનમાં પણ ઘણું શીખવા અને જાણવા મળ્યું. વર્તમાન સમયમાં પણ સિરિયલના દર્શક વર્ગમાં ફરક પડયો નથી તે અમારી સફળતા દર્શાવે છે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer