કોવિડ-19ના અસરગ્રસ્તો માટે ભંડોળ એકઠું કરવા આમિર ખાન વિશ્વનાથન આનંદ સાથે ચેસ રમશે

કોવિડ-19ના અસરગ્રસ્તો માટે ભંડોળ એકઠું કરવા આમિર ખાન વિશ્વનાથન આનંદ સાથે ચેસ રમશે
કોવિડ -19ના અસરગ્રસ્તો માટે ભંડોળ એકઠું કરવા ભૂતપૂર્વ વિશ્વ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ અને આમિર ખાન ચેસની સ્પેશિયલ ગેમ રમશે. આ બંને સેલિબ્રિટીઝ વચ્ચે 13 જૂન, રવિવારે `ચેકમેટ કોવિડ' કાર્યક્રમ યોજાશે. આમિરની સાથે ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલા પણ વિશ્વનાથન આનંદ સાથે ચેસ રમશે. આ સંબંધિત ટ્વીટર પર જણાવવામાં આવ્યું છે કે ચેસપ્રેમી સુપરસ્ટાર આમિર ખાન પોતાની આવડત ભૂતપૂર્વ વિશ્વ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ સામે ગેમ રમીને દર્શાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા છુટ્ટે હાથે દાન કરો. 
આમિરની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા છે અને તેનું પોસ્ટ પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર ખાન છે. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer