બૅરિસ્ટર બાબુ માં કનિકા માન મોટી બોન્દિતા નહીં બને

બૅરિસ્ટર બાબુ માં કનિકા માન મોટી બોન્દિતા નહીં બને
કલર્સ પરથી પ્રસારિત થતી સિરિયલ બૅરિસ્ટર બાબુમાં વિવિધ ચડાવઉતાર આવે છે અને તે અત્યંત રસપ્રદ બની છે. હવે આ સિરિયલમાં થોડાં વર્ષોનો જમ્પ આવશે અને બોન્દિતા મોટી થઈ જશે. આ માટે નિર્માતા નવા ચહેરાની શોધ કરી રહ્યા છે. મોટી બોન્દિતા માટે કેટલીક અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. ગુડ્ડન : તુમ સે ના હો પાયેગાની કનિકા માન મોટી બોન્દિતાના પાત્રમાં જોવા મળશે એવી ચર્ચા સાંભળવા મળતી હતી. કનિકાનો આ પાત્ર ભજવવા સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેણે ના પાડી કેમ કે હાલમાં જ તેણે વૅબ સિરીઝ સાઈન કરી છે અને ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ કરશે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer