કભી ઈદ કભી દિવાલી માં સલમાન ખાન, આયુષ શર્મા અને ઝહીર ઈકબાલ ભાઈઓ

કભી ઈદ કભી દિવાલી માં સલમાન ખાન, આયુષ શર્મા અને ઝહીર ઈકબાલ ભાઈઓ
સલમાન ખાન અને આયુષ શર્મા સાળો-બનેવી છે. આયુષને બૉલીવૂડમાં સલમાને જ લૉન્ચ કર્યો હતો અને ફિલ્મ અંતિમ : ધ ફાઈનલ ટ્રુથમાં બંનેએ સાથે અભિનય પણ કર્યો હતો. સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાલી જેનું નામ કદાચ બદલાઈને ભાઈજાન થશે તેમાં આ બંને સાથે જોવા મળશે. ફરહાદ સામજી દિગ્દર્શિત આ સોશિયલ કૉમેડીમાં સલમાન અને આયુષની સાથે ઝહીર ઇકબાલ પણ જોડાશે. ફિલ્મમાં ત્રણ ભાઈઓની કથા છે અને સલમાન મોટા ભાઈની ભૂમિકામાં હશે. જ્યારે ઝહીર અને આયુષ નાના ભાઈ બન્યા છે. નાના ભાઈઓ લગ્ન નથી કરી શકતા કેમ કે મોટો ભાઈ અપરિણીત છે. સલમાને જ નાના ભાઈઓની ભૂમિકામાં આયુષ અને ઝહીરને લેવાનું કહ્યું હતું. તેનું કહેવું છે કે રિયલ લાઈફના સગાંને ફિલ્મમાં લેવામાં આવે તો લાગણી વધુ સારી રીતે વ્યક્ત થઈ શકે. આયુષ અને ઝહીર સાથે વાસ્તવિક જીવનમાં તે આત્મીય સંબંધ ધરાવે છે. સાજીદને પણ સલમાનનો આ વિચાર ગમી ગયો હતો. આથી ફિલ્મમાં આ ત્રણેની અનોખી કેમિસ્ટ્રી જોવા મળશે. આ ઉપરાંત પૂજા હેગડે નાયિકાના પાત્રમાં છે અને તેના આવવાથી ફિલ્મની કથામાં વળાંક આવશે. ફિલ્મમાં કૉમેડી, ડ્રામા, રોમાન્સ, ઍકશન, લાગણીઓનો સમન્વય જોવા મળશે. આમાં ચાહકોને સલમાનમાં જૂનો `પ્રેમ' જોવા મળશે. સલમાન ટાઈગર-3નું શૂટિંગ પૂરું કરશે ત્યાર પછી દિવાળીમાં કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ શરૂ કરશે. 
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer