પૂર્વ સ્ટાર બૉક્સર ડિન્કો સિંહનું નિધન

પૂર્વ સ્ટાર બૉક્સર ડિન્કો સિંહનું નિધન
નવી દિલ્હી, તા.10: બેંકોક એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ ભારતના પૂર્વ સ્ટાર બોક્સર ડિંકોસિંહનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 2017થી લિવરના કેન્સરનો ઉપચાર ચાલી રહ્યો હતો. 41 વર્ષીય ડિંકોસિંહ કોરોના સામેનો જંગ પણ જીતી ચૂકયા હતા. તેમને 1998માં અર્જુન એવોર્ડથી અને 2013માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ડિંકોસિંહના નિધન પર ખેલ મંત્રી કિરણ રિજ્જુ, મહાન મહિલા મુક્કેબાજ મેરિકોમ, વિજેન્દરસિંઘ સહિતનાએ શ્રધ્ધાંજલિ અર્પી છે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer