રિલાયન્સ ઇન્ડ.નો પાર્ટલી પેઇડ (પીપી) શૅર રૂા. 1570ના ભાવે રિલિસ્ટ થયો

રિલાયન્સ ઇન્ડ.નો પાર્ટલી પેઇડ (પીપી) શૅર રૂા. 1570ના ભાવે રિલિસ્ટ થયો
પીપી શૅર્સ લિસ્ટ થયા બાદ અત્યાર સુધીમાં 127 ટકાનો ઉછાળો
મુંબઈ, તા. 10  : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પાર્ટલી પેઇડ શેર્સ આજે શેરબજારોમાં ફરીથી લિસ્ટ થયા હતા અને રૂા. 1,570 પ્રતિ શેરના ભાવે તેના ટ્રેડિંગની શરૂઆત થઇ હતી. ગયા મહિને રોકાણકારોએ તેમની પહેલી કૉલ એમાઉન્ટ ચુકવી હતી. રિલાયન્સનો ફુલ્લી પેઇડ શેર આજે રૂા. 2,189 ના ભાવે ટ્રેડ કરી રહ્યો હતો અને તેનાથી પાર્ટલી પેઇડ શેરનો ભાવ રૂા. 619ના ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઇ રહ્યો હતો. 
સબક્રીપ્શનના સમયે થયેલા પાર્ટ પેમેન્ટને ગણતરીમાં લેવામાં આવે તો રોકાણકારોએ રૂા. 1257ની ઇસ્યૂ પ્રાઇસ સામે અડધી રકમ ચુકવી દીધી છે. જોકે, શેરનું મૂલ્ય ઇસ્યૂ પ્રાઇસથી વધી ગયું છે. રિલાયન્સના આ પાર્ટલી પેઇડ શેરનું ટ્રેડિંગ ગયા મહિને રૂા. 982 પ્રતિ શેરના ભાવે અટકાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રિલાયન્સના શેરનો ભાવ 14 ટકા વધ્યો છે.
ઓઇલથી લઇને ટેલિકોમ સુધીનો બિઝનેસ ધરાવતી આ કંપનીએ 42,26,26,894 ઇક્વિટી શેર્સ રૂા. 2.50ની ફેસ વેલ્યુ સાથે ગયા વર્ષે ઇસ્યૂ કર્યા હતા. રૂા. 53,124 કરોડના રાઇટ્સ ઇસ્યૂ બાદ કંપનીએ ઉક્ત પ્રક્રીયા પાર પાડી હતી. 
રિલાયન્સે તેના રાઇટ્સ ઇસ્યૂ માટે અનોખી પેમેન્ટ વ્યવસ્થા અપનાવી હતી, જેમાં રોકાણકારોએ સબક્રીપ્શન સમયે રૂા. 314.25 ચુકવ્યા હતા અને તે પછી વધુ બે વખત પેમેન્ટ કરવામાં આવ્યા હતા. 
ગયા વર્ષે જૂનમાં કંપનીએ પાર્ટલી પેઇડ શેર્સ લિસ્ટ કર્યા બાદ તેમાં અત્યાર સુધીમાં 127 ટકાનો જબ્બર ઉછાળો આવ્યો છે. પાર્ટલી પેઇડ શેરનું ટ્રેડિંગ અન્ય લિસ્ટેડ શેર્સની જેમ જ થાય છે. 
આજે બીએસઇમાં સત્રના અંતે રિલાયન્સ ઇન્ડ.લિ.નો ફુલ્લી પેઈડ શૅરનો ભાવ રૂા. 7.95 વધી રૂા. 2,182.70ના સ્તરે બંધ આવ્યો હતો.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer