મેહુલ ચોક્સીને આંચકો : ડોમિનિકામાં ગેરકાયદે અપ્રવાસી જાહેર

રોસો, તા. 10 : પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના આરોપી અને ભાગેડુ કારોબારી મેહુલ ચોકસીને વધુ એક ઝટકો લાગ્યો છે, ડોમિનિકાની સરકારે તેને અવૈધ અપ્રવાસી ઘોષિત કર્યો છે. ડોમિનિકાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહપ્રધાન રેબર્ન બ્લેકમૂરે પોલીસવડાને આદેશ જારી કરતાં કહ્યું છે કે, ચોકસીને દેશથી બહાર કરવા માટે કાયદા મુજબ સત્વરે પગલાં લ્યો. ડોમિનિકા પ્રશાસને આ આદેશ અદાલત સમક્ષ રાખીને મેહુલની અરજી ફગાવી તેને તરત ભારત  મોકલી  દેવાની  માંગ  કરી છે. આ આદેશ ભાગેડુ કારોબારી માટે ઝટકો છે અને અપહરણ કરાયું હોવાની થીયરીને પણ ખોટી ઠરાવે છે.

Published on: Fri, 11 Jun 2021

© 2022 Saurashtra Trust