મુંબઈમાં 23મી ફેબ્રુઆરી પછી અત્યાર સુધી કોરોનાના સૌથી ઓછા 660 કેસ

મુંબઈમાં 23મી ફેબ્રુઆરી પછી અત્યાર સુધી કોરોનાના સૌથી ઓછા 660 કેસ
મહારાષ્ટ્રમાંથી 12,207 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : ગુરુવારે મુંબઈમાંથી કોરોનાના 660 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,14,450ની થઈ ગઈ છે.
મુંબઈમાં આજે ગત 23મી ફેબ્રુઆરી પછી કોરોનાના સહુથી ઓછા એટલે 660 કેસ આજે નોંધાયા છે. 
બુધવારે મુંબઈમાંથી 788, મંગળવારે 673, સોમવારે 728, રવિવારે 794 અને શનિવારે 866 નવા કેસ મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 22 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,122નો થઈ ગયો છે. અત્યારે 15,811 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં 768 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 6,81,288ની થઈ ગઈ છે.  
 ધારાવીમાંથી આઠ નવા દરદી મળ્યા 
ધારાવી વિસ્તારમાંથી ગુરુવારે કોરોનાના આઠ નવા પેશન્ટ મળ્યા હતા. એ સાથે ત્યાંથી અત્યાર સુધી મળેલા દરદીઓની કુલ સંખ્યા 6856ની થઈ ગઈ છે. ધારાવીમાં અત્યારે 15 દરદી સારવાર હેઠળ છે. 6482 દરદી સાજા થઈને ઘરે ગયા છે.   ધારાવી વિસ્તાર પાલિકાના જી-નોર્થ વોર્ડમાં પડે છે. ધારાવી ઉપરાંત દાદર અને માહિમ પણ આ વોર્ડમાં આવે છે. દાદરમાંથી સાત અને માહિમમાંથી 11 નવા કેસ મળ્યા હતા. 
 ગુરુવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 12,207 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 58,76,087ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,60,693 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. રાજ્યનો પોઝિટિવિટિ રેટ 15.73 ટકા છે. બુધવારે રાજ્યમાંથી 10,989, મંગળવારે 10,891, સોમવારે 10,219, રવિવારે 12,557 અને શનિવારે 13,659 નવા કેસ મળેલા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 393 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યનો મૃત્યાંક 1,03,748નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.77 ટકા છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં11,449 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 56,08,753 દરદી સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 95.45 ટકા છે. 
મીરા-ભાઈંદરમાંથી 72 નવા કેસ મળ્યા 
ગુરુવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 105 નવા કેસ મળ્યા હતા. જ્યારે થાણે શહેરમાંથી 112 કેસ થાણે શહેરમાંથી મળ્યા હતા. નવી મુંબઈમાંથી 63, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 72, વસઈ-વિરાર પાલિકામાંથી 116, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની હદમાંથી 154,પાલઘર જિલ્લમાંથી 188, રાયગઢ જિલ્લામાંથી 492 અને પનવેલ શહેરમાંથી 88 નવા કેસ મળ્યા હતા. પુણે શહેરમાંથી 362, પિંપરી-ચિંચવડમાંથી 229 કોરોનાના નવા કેસ ગુરુવારે મળ્યા હતા.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer