રશિયા હાનિકારક પ્રવૃત્તિ ન કરે બ્રિટન પહોંચેલા બાયડનની પુતિનને ચેતવણી

રશિયા હાનિકારક પ્રવૃત્તિ ન કરે બ્રિટન પહોંચેલા બાયડનની પુતિનને ચેતવણી
વોશિંગ્ટન, તા. 10: અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર વિદેશ પ્રવાસમાં બ્રિટન પહોંચેલા જો બાયડને રશિયા પર નિશાન સાધતાં ચેતવણી આપી હતી. રશિયા `નુકસાન પહોંચાડનારી ગતિવિધિઓ'માં સામેલ થશે તો તેનાં `મજબુત અને સાર્થક' પરિણામ ભોગવવાં પડશે તેવી ચેતવણી બાયડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપી છે. અમેરિકાના મિત્ર દેશો સાથે ટ્રમ્પ પ્રશાસનના તાણભર્યા સંબંધો બાદ બાયડને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, અમારો ઈરાદો દેશો સાથે સારા, મજબૂત સંબંધો રાખવાનો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જી-7 દેશોનાં શિખર સંમેલન માટે બ્રિટન પહોંચ્યા છે, જ્યાં સંમેલન દરમ્યાન `એટલાંટિક ચાર્ટર' પર ચર્ચા કરશે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer