ભારતીયો સાથે રૂ. 150 કરોડની અૉનલાઈન છેતરપિંડી

ભારતીયો સાથે રૂ. 150 કરોડની અૉનલાઈન છેતરપિંડી
દિલ્હી પોલીસે કર્યો ચીની કંપનીઓનો પર્દાફાશ
નવી દિલ્હી, તા. 10 : દિલ્હી પોલીસે ચીની કંપનીઓ દ્વારા ભારતમાં એપના માધ્યમથી મની લોન્ડ્રિંગના અત્યારસુધીના સૌથી મોટાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે સીએ(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), એક તિબેટિયન મહિલા અને આઠ અન્યની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લગભગ પાંચ લાખ ભારતીયોને રોકાણના નામે ચીની ઠગોએ છેતર્યા છે. તેમ જ ઇન્સ્ટન્ટ મની (તરત કમાણી) નામની મોબાઇલ એપ દ્વારા ભારતીયોના સંવેદનશીલ અને વ્યકિતગત ડેટાને મેળવી લીધા છે. પોલીસે જણાવ્યું હતું કે મલ્ટી લેવલ માર્કેટિંગ મારફત ચીનીઓએ બે મહિનાની અંદર 150 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. 
પોલીસ અનુસાર અગિયાર કરોડ રૂપિયા દેશની અનેક બેન્કો અને પેમેન્ટ ગેટ વેમાં બ્લોક કરી દેવાયા છે. આ ઉપરાંત ગુરુગ્રામ સ્થિત એક સીએ પાસેથી પોલીસે 97 લાખ રૂપયા જપ્ત કર્યા છે. આ સીએને ચીની ઠગોએ 110થી વધુ કંપનીઓ બનાવવામાં મદદ કરી હતી. 
પોલીસે જણાવ્યું હતું કે આ લોકો રોકાણ પર વધારે વ્યાજ આપવાની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. જેમાં 24થી 35 દિવસોમાં રોકાણ કરાયેલી રકમ બમણી કરી આપવામાં આવશે. આ લોકો એક સ્કીમ ચલાવતા હતા, જેમાં કલાકો અને દિવસના હિસાબે વ્યાજ મળતું હતું. એક વ્યકિત 300 રૂપિયાથી લઇને કેટલાક લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. એમાં એક એપ થા પાવર બેન્ક અને બીજી હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર નંબર ચાર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ રોકાણમાં શરૂઆતમાં પાંચથી દસ ટકાનું વ્યાજ આપવામાં આવતું હતું.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer