સિયા કે રામ સિરિયલમાં સિયા સ્વયંવર સ્પર્ધા

સિયા કે રામ સિરિયલમાં સિયા સ્વયંવર સ્પર્ધા
શેમારુ ટીવી પર પ્રસારિત થતી સિયા કે રામ સીરિયલમાં હાલમાં સીતા સ્વયંવરનો ટ્રેક ચાલે છે. રામાયણમાં રામસીતાના મિલનની આ ઘટના સૌથી મહત્ત્વપૂર્ણ છે અને તેને જોવામાં લોકોને ખાસ રસ હોય છે. આથી આ ટ્રેકને વધુ રસપ્રદ બનાવવા માટે શેમારુ ટીવીએ સિયા સ્વયંવર સ્પર્ધાનું આયોજન કર્યું છે. સ્પર્ધામાં દર્શકોએ શો દરમિયાન પૂછાયેલા સવાલના જવાબ આપવાના રહેશે. આ જવાબો આપવાથી દર્શકોને આકર્ષક પુરસ્કારો સાથે એક લાખ રૂપિયાનું ઈનામ જીતવાનો મોકો પણ મળશે. 25 જૂને પૂરી થનારી આ સ્પર્ધામાં ભાગ લેવા રોજ સાંજે સાતથી આઠ વાગ્યા દરમિયાન શેમારુ ટીવી પર પ્રસારિત થતી સિયા કે રામ સીરિયલ જોવાની રહેશે. 

Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer