સંગીતમય પ્રેમગાથા સત્યનારાયણ કી કથા માં કાર્તિક આર્યન

સંગીતમય પ્રેમગાથા સત્યનારાયણ કી કથા માં કાર્તિક આર્યન
નિર્માતા સાજિદ નડિયાદવાલાની સંગીતમય પ્રેમગાથા સત્યનારાયણ કી કથામાં કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યો છે. સાજિદ અને કાર્તિકની આ પ્રથમ ફિલ્મ છે અને તેનું દિગ્દર્શક નૅશનલ ઍવોર્ડ વિજેતા દિગ્દર્શક સમીર વિદ્વાંસ છે. સત્યનારાયણ કી કથા એ એપિક પ્રેમગાથા છે અને પ્યાર કા પંચનામા, સોનુ કે ટિટુ કી સ્વીટી અને પતિ, પત્ની ઓર વો બાદ પ્રણયકથા ધરાવતી કાર્તિકની આ ચોથી ફિલ્મ હશે. કાર્તિકે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા વખતથી હું સાજિદસર સાથે કામ કરું છું અને તેમની સાથે જોડાયાનો આનંદ છે. સત્યારાયણ કી કથા સંગીતમય પ્રેમગાથા છે અને સમીરનો દૃષ્ટિકોણ અનોખો છે. તેમણે આ અગાઉ છિછોરે અને આનંદી ગોપાલ ફિલ્મ બનાવી છે. તેમની અપેક્ષામાં હું ખરો ઉતરીશ કે કેમ એવી ચિંતા રહ્યા કરે છે. 
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer