કંગના રનૌતે શરૂ કરી ઈન્દિરા બનવાની તૈયારી

કંગના રનૌતે શરૂ કરી ઈન્દિરા બનવાની તૈયારી
બૉલીવૂડ `ક્વીન' કંગના રનૌત મહિલા પ્રધાન ફિલ્મો કરવા માટે લોકપ્રિય છે. તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના જીવન પરની ફિલ્મ થલાઈલીમાં કંગનાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું ટ્રેલર પ્રેક્ષકોને ગમ્યું છે. લૉકડાઉનને લીધે ફિલ્મ રજૂ થઈ નથી અને થિયેટર શરૂ થયા બાદ તેને રજૂ કરવામાં આવશે. આમ છતાં ટ્રેલરમાં કંગનાને જયલલિતાના રૂપમાં જોઈને ચાહકો ખુશ થયા છે. હવે કંગનાએ પોતાની આગામી ફિલ્મની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. તે દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ઈન્દિરા ગાંધી બનવાની તૈયારી કરી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તૈયારીની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં આર્ટિસ્ટ કંગનાના ચહેરા પર ભૂરો રંગ લગાડી રહ્યા છે. કંગનાએ કેપ્શનમાં લખ્યું છે કે, દરેક વાત એક સુંદર પ્રવાસની શરૂઆત છે. આજે અમે `ઈમરજન્સી' ઈન્દિરાના લૂક માટે બૉડી, ફૅશ સ્કેન્સ અને કાસ્ટની શરૂઆત કરી છે. એક દૃષ્ટિકોણની પરદા પર ઉભારવા માટે ઘણા આર્ટિસ્ટ સાથે કામ કરે છે.   
 નોંધનીય છે કે કંગનાએ આ ફિલ્મ અંગે વધુ કોઈ માહિતી આપી નથી.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer