એઆર રહેમાન અને ગુલઝારનું નવું ગીત મેરી પુકાર સુનો

એઆર રહેમાન અને ગુલઝારનું નવું ગીત મેરી પુકાર સુનો
સંગીત જગતના બે દિગ્ગજ એ આર રહેમાન અને ગુલઝાર સાથે મળે ત્યારે જે સર્જાય તે શ્રેષ્ઠ જ હોય. દાયકાઓથી એક એકથી ચડિયાતાં ગીતો અને ધૂનથી પ્રેક્ષકોને ડોલાવનાર આ જોડીએ હવે મેરી પુકાર સુનો ગીત તૈયાર કર્યું છે. વર્તમાન કપરા કાળમાં આ ગીત આશાનું કિરણ સાબિત થશે. સોની મ્યુઝિકે આ ગીતનું ટીઝર બહાર પાડયું છે અને ગીત પચીસમી જૂને રજૂ થશે. ગીતમાં અલ્કા યાજ્ઞિક, શ્રેયા ઘોષાલ, કે એસ ચિત્રા, સાધના સરગમ,શાશા તૃપ્તિ, અરમાન મલિક અને અસીસ કૌર જેવાં શ્રેષ્ઠ ગાયિકાઓનો સ્વર છે. આ ગીતનો સંદેશ- એક જહાં, એક ઉમીદ, એક વાદા છે જે વિશ્વને આશાના તાંતણે બાંધે છે.  
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer