ભારત વિ.ની વન ડે શ્રેણીમાં ઇંગ્લૅન્ડની મહિલા ટીમમાં અૉલરાઉન્ડર ડંકલીને તક

ભારત વિ.ની વન ડે શ્રેણીમાં ઇંગ્લૅન્ડની મહિલા ટીમમાં અૉલરાઉન્ડર ડંકલીને તક
બ્રિસ્ટલ, તા.23: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિરૂધ્ધની વન ડે શ્રેણીની ઇંગ્લેન્ડની ટીમમાં ઓલરાઉન્ડર સોફિયા ડંકલીનો સમાવેશ થયો છે. ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચેની ત્રણ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ રવિવારથી થઇ રહ્યો છે. ડંકલીએ ભારત સામેના એકમાત્ર ટેસ્ટ મેચમાં 74 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે પહેલીવાર વન ડેમાં પદાર્પણ કરશે.
ઇંગ્લેન્ડની મહિલા વન ડે ટીમ : હીથર નાઇટ (કેપ્ટન), એમિલી અર્લોટ, ટેમી બ્યૂમોંટ, કેથરીન બ્રંટ, સોફિયા ડંકલી, સોફી એકસેલેટન, ટેશ ફરાંટ, સારા ગ્લેન, એમી જોંસ, નેટ સ્કિવેર, આન્યા શ્રુબસોલ, મેડી વિલિયર્સ, ફ્રાન વિલ્સન, લોરેન વિનફિલ્ડ.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer