ફાઇનલ મુકાબલામાં ફરી કોહલી ફ્લોપ

ફાઇનલ મુકાબલામાં ફરી કોહલી ફ્લોપ
કોહલીના બૅટમાંથી ફાઇનલ મૅચમાં રન નીકળતા નથી !!
સાઉથમ્પટન, તા.23: વિશ્વ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બેટસમેન ગણાતો ભારતીય કપ્તાન વિરાટ કોહલીના બેટમાંથી સતત રનનો ધોધ વહે છે. જો કે પાછલા લગભગ બે વર્ષથી તેના બેટમાંથી સદી નીકળી નથી. રનમશીન વિરાટ ફાઇનલ મુકાબલામાં પણ ઠંડો પડી જાય છે. ન્યુઝીલેન્ડ સામેના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની બન્ને ઇનિંગમાં પણ વિરાટ કોહલીના બેટમાંથી રન નીકળ્યા નથી. પહેલી ઈનિંગમાં તેણે ઠીક ઠીક દેખાવ કરીને 132 દડામાં એક ચોક્કાથી 44 રન બનાવ્યા હતા. જ્યારે બીજા દાવમાં તે 29 દડામાં 13 રન કરીને આઉટ થયો હતો. આંકડાની વાત કરીએ તો વિરાટ કોહલી તેની સફળ કેરિયરમાં 8 ફાઇનલ મુકાબલા રમ્યો છે. આ દરમિયાન તેની 22 રનની મામૂલી સરેરાશ રહી છે અને કુલ 154 રન બનાવ્યા છે. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 43 રન છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer