લુકા મેડ્રિચના ગોલથી ક્રોએશિયા નોકઆઉટમાં : સ્કોટલૅન્ડ સામે વિજય

લુકા મેડ્રિચના ગોલથી ક્રોએશિયા નોકઆઉટમાં : સ્કોટલૅન્ડ સામે વિજય
યુરો કપમાં ઇંગ્લૅન્ડ ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહી અંતિમ-16માં પહોંચ્યું
લંડન, તા. 23 : યૂરો કપમાં ગ્રુપ ડીમાં ગઇકાલના મુકાબલામાં ઇંગ્લેન્ડનો ઝેક ગણરાજ્ય વિરૂધ્ધ અને ક્રોએશિયાનો સ્કોટલેન્ડ સામે વિજય થયો હતો. આથી બન્ને વિજેતા ટીમ અંતિમ-16 રાઉન્ડમાં પહોંચી ગઇ છે. સ્કોટલેન્ડની ટીમ નોકઆઉટની રેસની બહાર થઇ ગઇ છે. જ્યારે ઝેક ગણરાજ્યની ટીમની રહીસહી આશા હજુ જીવંત છે.
ઇંગ્લેન્ડનો ઝેક ટીમ સામે 1-0 ગોલથી વિજયી થયો હતો. જ્યારે ક્રોએશિયાની ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કરીને સ્કોટલેન્ડ સામે 3-1થી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમ તેના ગ્રુપમાં ત્રીજીવાર યૂરો કપમાં ટોચ પર રહીને નોકઆઉટમાં પહોંચી છે. આ પહેલા તે 1996 અને 2021માં ગ્રુપ સ્ટેજમાં પહેલા સ્થાને રહી હતી. આ વખતે ઇંગ્લેન્ડની ટીમે ફકત બે જ ગોલ કર્યાં છે. આમ છતાં ગ્રુપ ડીમાં તે ટોચ પર રહેવામાં સફળ રહી છે. મેચનો એકમાત્ર ગોલ ઇંગ્લેન્ડના રહીમ સ્ટરલિંગે 12મી મિનિટે કર્યોં હતો.
બીજા મેચમાં કેપ્ટન લુકા મોડ્રિચની શાનદાર રમતથી ક્રોએશિયાએ સ્કોટલેન્ડને 3-1થી હાર આપી હતી. 3પ વર્ષીય મોડ્રિચે ક્રોએશિયા તરફથી 62મી મિનિટે શાનદાર ગોલ કર્યોં હતો. ક્રોએશિયા તરફથી અન્ય બે ગોલ 17 અને 77મી મિનિટે થયા હતા. સ્કોટિસ ટીમ તરફથી એકમાત્ર ગોલ મેચની 42મી મિનિટે કર્યોં હતો. 
આ જીતથી ક્રોએશિયા ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહીને નોકઆઉટમાં પહોંચ્યું છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer