પાવરલૂમ ક્ષેત્રને મદદ કરવા શક્ય બધાં પગલાં : અસ્લમ શેખ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રમાં પાવરલૂમ ક્ષેત્રની વિવિધ સમસ્યાઓ હલ કરવા શકય બધાં પગલાં ભરવામાં આવશે. તેથી પાવરલૂમ ક્ષેત્રના આગેવાનોએ તેઓની સમસ્યા અંગે આવેદનપત્ર આપવું. જેથી જરૂર મુજબ નીતિવિષયક નિર્ણય લઈ શકાશે એમ મહારાષ્ટ્રના કાપડ ઉદ્યોગ ખાતાના પ્રધાન અસ્લમ શેખે જણાવ્યું છે.
અસ્લમ શેખના સત્તાવાર નિવાસસ્થાને આજે પાવરલૂમ ક્ષેત્રની વિવિધ મુશ્કેલીઓ અંગે બેઠક મળી હતી. તેમાં 27 હોર્સપાવર કરતાં વધુ પાવરલૂમોને વીજદરમાં યુનિટ દીઠ 75 પૈસાની રાહત, પાવરલૂમોને  મલ્ટિ પાર્ટી વીજ જોડાણ આપવા, પાવરલૂમ માલિકોને ધિરાણ ઉપરના વીજદરમાં પાંચ ટકા રાહત આપવાની યોજનામાંની ખામી વિશે  વિસ્તૃત  ચર્ચા થઈ હતી.
શેખે જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગ દેશમાં રોજગારી આપતું બીજા ક્રમાંકનો મોટો ઉદ્યોગ છે. તેથી તેને ચેતનવંતો બનાવવા સરકાર પ્રયત્નશીલ છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer